Loading...

Projects

Sindhu Darshan Yojna

Sindhu Darshan

      

જમ્મુ કાશ્મીર રાજ્યમાં લેહલદ્દાખ ખાતે "સિંધુ દર્શનયાત્રા" એ જતાં ગુજરાતના યાત્રાળુઓ માટે રાજય સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણવિભાગના તારીખ-૦૭/૦૬/૨૦૧૭ અને તારીખ-૧૪/૦૮/ર૦૧૮ના ઠરાવથી આ યાત્રા માટે રૂપિયા ૧૫,૦૦૦/- ની નાણાકીય સહાય ચુકવવાની યોજના અમલમાં છે.

Ø દર વર્ષે જુન માસમાં સમગ્ર દેશમાંથી સિંધી સંપ્રદાય તથા અન્યસંપ્રદાયના લોકો પોતાની સાથે સ્થાનિક નદીઓનું જળ માટીના વાસણોમાં લઇને જમ્મુકાશ્મીર રાજ્યમાં આવેલ લેહ લદ્દાખ ખાતેની પવિત્ર સિંધુ નદીમાં સિંધુ દર્શન યાત્રાદરમ્યાન પધરાવે છે. પ્રત્યેક વર્ષે આ યાત્રા ૪ દિવસ માટે યોજાય છે અને ભારત ભરનાયાત્રાળુઓ તેની મુલાકાત લે છે. વર્ષ ૨૦૦૦ થી આ યાત્રા પ્રતિ વર્ષ યોજવામાં આવે છેઅને વિભિન્ન રાજ્યોમાંથી યાત્રિકો તેમાં ભાગ લે છે.     

Ø ભારતની ભાતીગળ વૈવિધ્ય પૂર્ણ સંસ્કૃતિની એકતાનું દર્શન કરાવતી આયાત્રા કરવા માટે પ્રોત્સાહન મળે તે અર્થે ગુજરાત સરકારે સિંધુ દર્શન યાત્રાએ જતાગુજરાતના યાત્રાળુઓને રૂપિયા ૧૫,૦૦૦/- ની આર્થિક સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરેલછે અને જુન-૨૦૧૭ થી આ યાત્રા કરનારને આર્થિક સહાયનો લાભ મળવાપાત્ર થશે. અત્રે એઉલ્લેખનીય છે કેઅન્ય રાજ્યોમાં સહાયની રકમ રૂપિયા ૧૦,૦૦૦/- છે, જ્યારે ગુજરાત સરકારે યોજનાના પ્રારંભથી જરૂપિયા ૧૫,૦૦૦/-ની આર્થિક સહાય કરવાનો નિર્ણય કરેલ છે.પ્રત્યેક નાણાંકીય વર્ષમાં મહત્તમ ૩૦૦ યાત્રાળુઓને આ સહાય મંજુર કરવામાં આવશે. અને જો ૩૦૦ થી વધુ અરજી પ્રાપ્ત થશે તો માન્ય અરજીઓમાંથી Computerised Draw કરી યાત્રિકોને સહાય મંજુર કરવામાં આવશે. યાત્રા પૂર્ણ થયાના ૬૦દિવસની મર્યાદામાં યાત્રાના પુરાવાઓ સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જુનાસચિવાલયગાંધીનગરને અરજી કરવા પણ ઠરાવવામાં આવેલ છે. આમાટેનું નિયત ફોર્મ https://yatradham.gujarat.gov.in/Documents/SubDeals_2018-8-23_166.pdf પર ઉપલબ્ધ છે. 

સમગ્ર જીવનકાળ દરમ્યાન એકવાર આ લાભ મળવાપાત્ર છે.  

Click here to view details