Loading...

Projects

Kailash Mansarovar Yatra

કૈલાસ માનસરોવરની યાત્રાની યોજના ભારત સરકાર દ્વારા અમલમાં છે. ગુજરાતના યાત્રીઓ માટે રાજય સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૧૦/૦પ/ર૦૦૧ના ઠરાવથી આ યાત્રા માટે નાણાકીય સહાય ચુકવવાની યોજના અમલમાં મુકાયેલ છે.

આ યોજના માટે વર્ષ ૨૦૧૬-૧૭ના અંદાજ૫ત્રમાં રૂા.૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ૧૨૭૩ લાભાર્થીને રૂ.૨.૯૩ કરોડની સહાય ચુકવેલ છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાત રાજયમાં કાયમી ઘોરણે વસવાટ કરતા ભારતના નાગરિક હોય તેવા યાત્રાળુઓને સહાય આ૫વામાં આવે છે.

કેન્દ સરકારશ્રી તરફથી આ યાત્રા માટે નિયત કરવામાં આવેલી ૫સંદગીની પ્રક્રિયામાંથી ૫સાર થયા હોય અને કેન્દ સરકારશ્રી મારફતે યાત્રાએ ગયા હોય તેવા યાત્રાળુઓને યાત્રા પુર્ણ થયા બાદ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. યાત્રાએથી ૫રત આવ્યા બાદ યાત્રાળુઓએ યાત્રા પુર્ણ કર્યા અંગેના કેન્દ સરકારશ્રીના અસલ પ્રમાણ૫ત્ર અને પાસપોર્ટની સંપુર્ણ નકલ સાથે યાત્રા પુર્ણ થયાના ૯૦ દિવસની સમયમર્યાદામાં અરજી રજુ કરવાની રહે છે. યોજનાનું અમલીકરણ ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દવારા કરવામાં આવે છે.

આ સહાય માટેનું અરજી ફોર્મ આ સાથે બીડાણ કરેલ છે.

Download :- કૈલાશ માનસરોવર યાત્રાનું અરજી ફોર્મ

Click here to view details