Loading...

Projects

Sharvan Tirthdarshan Yojna

વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હદયમાં અનોખું સ્થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે "શ્રવણ તીર્થદર્શન યોજના" તાત્કાલીક અસરથી અમલમાં મુકવાનો નિર્ણય કરેલ છે.

૬૦ વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ગૃપ બનાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની કે ખાનગી લકઝરી બસ દ્વારા પ્રવાસ કરે તો તેઓને લકઝરી બસના ભાડાની ૫૦% રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. જો ખાનગી બસ ભાડે કરવામાં આવે તો, તે કિસ્સામાં ખરેખર ભાડુ અને એસ.ટી. બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેના ૫૦% ચુકવવામાં આવશે. પતિ કે પત્ની બંને સાથે પ્રવાસ કરતા હોય તો, બેમાંથી એકની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિને સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વાર આ લાભ મળવાપાત્ર રહેશે. કુલ ૨ રાત્રી અને ૩ દિવસના પ્રવાસની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર થશે નહી પરંતુ વરિષ્ઠ નાગરિકોનું ગૃપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ મળવાપાત્ર થશે. યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.


Click here to view details