Loading...

Projects

Sindhu Darshan Yojna

Sindhu Darshan

      
જમ્મુ કશ્મીર રાજ્યમાં લેહલદ્દાખ ખાતે "સિંધુ દર્શન યાત્રા"એ જતાં ગુજરાતના યાત્રાળુઓને રૂપિયા ૧૫,૦૦૦/- ની સહાય ચાલુ વર્ષથી મળવાપાત્ર થશે

o  દર વર્ષે જુન-જુલાઇ માસમાંસમગ્ર દેશમાંથી સિંધી સંપ્રદાય તથા અન્ય સંપ્રદાયના લોકો પોતાની સાથે સ્થાનિકનદીઓનું જળ માટીના વાસણોમાં લઇને જમ્મુ કશ્મીર રાજ્યમાં આવેલ લેહ લદ્દાખ ખાતેનીપવિત્ર સિંધુ નદીમાં સિંધુ દર્શન યાત્રા દરમ્યાન ઠાલવે છે. પ્રત્યેક વર્ષે આયાત્રા ૪ દિવસ માટે યોજાય છે અને ભારતભરના યાત્રાળુઓ તેની મુલાકાત લે છે. વર્ષ૨૦૦૦ થી આ યાત્રા પ્રતિ વર્ષ યોજવામાં આવે છે અને વિભિન્ન રાજ્યોમાંથી યાત્રિકોતેમાં ભાગ લે છે.     

o  ભારતની ભાતીગળ વૈવિધ્યપૂર્ણસંસ્કૃતિની એકતાનું દર્શન કરાવતી આ યાત્રા કરવા માટે પ્રોત્સાહન મળે તે અર્થે ગુજરાતસરકારે સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓને રૂપિયા ૧૫,૦૦૦/- ની આર્થિક સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરેલ છે અને ચાલુ વર્ષથી આયાત્રા કરનારને સહાયનો લાભ મળવાપાત્ર થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોમાં સહાયની રકમ રૂપિયા ૧૦,૦૦૦/- છેજ્યારે ગુજરાત સરકારે યોજનાના પ્રારંભથી જ રૂપિયા ૧૫,૦૦૦/-નીસહાય કરવાનો નિર્ણય કરેલ છે. પ્રત્યેક નાણાંકીય વર્ષમાં મહત્તમ ૨૦૦ યાત્રાળુઓને આસહાય મંજુર કરવામાં આવશે અને જો તેથી વધુઅરજી પ્રાપ્ત થશે તો માન્ય અરજીઓમાંથી ડ્રો કરી યાત્રિકોને સહાય આપવામાં આવશે.યાત્રા પૂર્ણ થયાના ૬૦ દિવસની મર્યાદામાં યાત્રાના પુરાવાઓ સાથે ગુજરાત પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડ, જુના સચિવાલય, ગાંધીનગરને અરજી કરવા પણ ઠરાવવામાં આવેલ છે.

o  સમગ્ર જીવનકાળ દરમ્યાન એકવાર આ લાભ મળવાપાત્ર છે.  

Click here to view details