Loading...

Swachchh Yatradham

ગુજરાતના યાત્રાધામો ખાતે ઉચ્ચકક્ષાની સ્વચ્છતા

ગુજરાતના યાત્રાધામોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. તિરૂપતિ બાલાજી, શિરડી, ગુરૂદ્વારા ગોલ્ડન ટેમ્પલ જેવા દેશના મહત્વના યાત્રાધામોમાં ઉચ્ચકક્ષાની ૨૪ X ૭ સ્વચ્છતા જળવાય છે જેને લીધે રાષ્ટ્રના અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ આવા યાત્રાધામોનો પ્રવાસ કરવાનું પસંદ કરે છે. સ્વચ્છતાને લીધે ખુબ યાત્રીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. ગુજરાતના યાત્રાધામોમાં પણ આ જ કક્ષાની સ્વચ્છતા જળવાય તે માટે માન.મુખ્યમંત્રીશ્રીએ આપેલ સુચના ધ્યાને લઇને ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ૨૪ જેટલા યાત્રાધામો ખાતે સ્વચ્છતાની જાળવણી માટે ટેન્ડર દ્વારા એજન્સીઓ પસંદ કરવામાં આવી હતી અને સફાઇની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આમા છતાં, આ યાત્રાધામો ખાતે અપેક્ષિત કક્ષાની સ્વચ્છતા જળવાતી ન હોવાનું ધ્યાને આવેલ હતુ. આથી ટુરીઝમ કોર્પોરેશન દ્વારા તા.૨૪/૧૧/૨૦૧૬ના રોજ ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવા એજન્સી પસંદ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.

કુલ ૮ યાત્રાધામો ખાતે નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં એજન્સી દ્વારા સફાઇની કામગીરી કરવાની રહેશે તેમ નક્કી કરવામાં આવેલ છે.

ક્રમ યાત્રાધામનું નામ વિસ્તાર
૧. સોમનાથ ૧,૮૬,૧૯૯
૨. દ્વારકા ૧,૭૦,૧૪૭
૩. જુનાગઢ ગિરનાર ૧,૬૭,૭૨૦
૪. પાલીતાણા ૧,૨૨,૨૪૭
૫. અંબાજી ૧,૯૪,૨૯૨
૬. ડાકોર ૭૨,૯૭૮
૭. પાવાગઢ ૧,૪૦,૦૦૦
૮. શામળાજી ૫૦,૦૦૦
કુલ ૧૧,૦૩,૫૮૩

કુલ ૪ એજન્સીને કામગીરી સોંપવાની છે આ માટે નીચે દર્શાવ્યા મુજબ દરેક એજન્સીને બે યાત્રાધામોની સ્વચ્છતાની કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ એજન્સીનું નામ યાત્રાધામનું નામ વિસ્તાર
ડી જી નાકરાણી ગિરનાર ૧,૬૭,૭૨૦
    પાવાગઢ ૧,૪૦,૦૦૦
ઓલ સર્વિસીસ ગ્લોબલ લિ. અંબાજી ૧,૯૪,૨૯૨
    પાલીતાણા ૧,૨૨,૨૪૭
રાજદિપ એન્ટરપ્રાઇઝ. ડાકોર ૭૨,૯૭૮
    શામળાજી ૫૦,૦૦૦
બીવીજી ઇન્ડીયા લી સોમનાથ ૧,૮૬,૧૯૯
    દ્વારકા ૧,૭૦,૧૪૭

પ્રથમ તબક્કે દરેક એજન્સીને એક વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે, તેઓની કામગીરી અંગે સરકારશ્રી નક્કી કરે તે સંસ્થા દ્વારા થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરીને જો તેઓ સફાઇની ઉચ્ચતમ ગુણવત્તા જાળવવામાં યોગ્ય ઠરે તો જ વધુ સમય માટે કામગીરી લંબાવવામાં આવશે. જો કોઇ એજન્સી આવી ગુણવત્તા જાળવી ન શકે તો તે યાત્રાધામની સ્વચ્છતાની કામગીરી ઉચ્ચતમ ગુણવત્તા જાળવનાર અન્ય એજન્સીને સોંપવામાં આવશે.

આ માટે યાત્રાધામના ટ્રસ્ટી મંડળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સ્વચ્છતાની કામગીરી માટે પસંદ થયેલ એજન્સી વચ્ચે ચતુર્પક્ષીય કરાર કરવામાં આવેલ છે.