Loading...

Somnath Temple Walk

Somnath Temple Walk

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી સોમનાથ ખાતે યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવીન આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મંદિર અને તેની આસપાસ આવેલા અન્ય નાના મોટા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોને સાંકળીને તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૧૮ નાં રોજ માનનીય સંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમાનાં વરદ્ હસ્તે 'ટેમ્પલ વોક' નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેના માધ્યમથી શ્રી સોમનાથ મંદિર, અહલ્યા બાઈ મંદિર, ગૌરી કુંડ, હમીરજી ગોહિલની દેરી, રામ મંદિર, ત્રિવેણી ઘાટ, ગીતામંદિર જેવા આસપાસના તમામ મંદિરોને સાંકળતો એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને સોફ્ટ અને હાર્ડ કોપીમાં વિવીધ જગ્યાએ પ્રચાર પ્રસાર કરી લોકાપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે તેમજ સ્થાનિક હોટેલ્સ, કચેરીઓ અને જાહેર સ્થળોએ મૂકી મહત્તમ લોકો તેનો લાભ લઈ શકે તેવું આયોજન હાથ ધરાયું છે. વિવિધ મંદિરોને સાંકળતા આ વોક દ્વારા શ્રી સોમનાથનાં મહાત્મયને અને મુખ્ય મંદિરનાં સમકાલીન અન્ય મંદિરોનાં માહાત્મ્યને જાણવાનું અને માણવાનું સરળ બનશે.