Loading...

International Gita Mahotsav

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ-૨૦૧૮, કુરૂક્ષેત્ર, હરીયાણામાં પાર્ટનર સ્ટેટ તરીકેનું આમંત્રણ ગુજરાત સરકારે સ્વીકાર્યુ

હરીયાણા સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી કુરૂક્ષેત્ર ખાતે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. ગીતાજયંતીને અનુલક્ષીને આ કાર્યક્રમ દર વર્ષે ડીસેમ્બર માસમાં યોજાય છે. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ-૨૦૧૮ના ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાત સરકારને આપવામાં આવેલ આમંત્રણ ગુજરાત સરકારે સ્વીકારેલ છે. ચાલુ વર્ષે તારીખ ૭ થી ૨૩ ડીસેમ્બર, ૨૦૧૮ દરમ્યાન બ્રહ્મ સરોવર, કુરૂક્ષેત્ર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે પરંતુ આ પૈકી મુખ્ય કાર્યક્રમો તારીખ ૧૩ થી ૧૮ ડીસેમ્બર, ૨૦૧૮ દરમ્યાન યોજનાર છે.

હરીયાણા સરકાર દ્વારા ગુજરાત પેવેલીયન બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ છે જેમાં ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવનાર છે. તા.૧૩/૧૨/૨૦૧૮ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હરીયાણા પેવેલીયન તથા ગુજરાત પેવેલીયનના ઉદઘાટન સાથે મુખ્ય કાર્યક્રમોનું ઉદઘાટન થશે. જેમાં ગુજરાતમાંથી માન.મંત્રીશ્રી (યાત્રાધામ) ઉપસ્થિત રહેશે. ગુજરાત પેવેલીયનમાં ગુજરાતી ભોજન, જાણીતા ગુજરાતી નાસ્તા અને ગુજરાતના ક્રાફટ નું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની ઓળખસમા ગરબા તથા ભવાઇના કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત તા.૧૮/૧૨/૨૦૧૮, ગીતા જયંતીના દિવસે ગુજરાત સરકાર તરફથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર પદ્મશ્રી કૈલાશ ખેરની સંગીતસંધ્યા પ્રસ્તુત કરવામાં આવશે.

ગીતાજીના સંદેશની પાવનભુમિ કુરૂક્ષેત્ર ખાતેના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વેને આમંત્રણ છે.